21 Dec 2023

8 કલાક ઊંઘ્યા પછી પણ દેખાય છે ડાર્ક સર્કલ ! જાણો કારણ

Pic credit - Freepik

ખરાબ લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ખોરાકને કારણે મોટાભાગના લોકો આ દિવસોમાં ડાર્ક સર્કલની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે.

ડાર્ક સર્કલ

સામાન્ય રીતે થાક અને ઊંઘની અછતને કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ બને છે. થાકને કારણે ચહેરા પરની નસો કાળી થવા લાગે છે.

કારણ

ક્યારેક શરીરમાં આયર્નની ઉણપને કારણે ડાર્ક સર્કલની સમસ્યા પણ થઈ શકે છે. આ એનિમિયાના પ્રારંભિક લક્ષણો હોઈ શકે છે.

આયર્નની ઉણપ

ડાર્ક સર્કલ હોય તેને સંતુલિત આહાર લેવો જોઈએ. જેના લીધે વિટામીનની કમી પુરી થઈ શકે.

આહાર

જ્યારે આપણે લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાં રહીએ છીએ, ત્યારે ચહેરા પર પિગમેન્ટેશન થવા લાગે છે. ધીમે ધીમે આંખોની આસપાસ ડાર્ક સર્કલ દેખાવા લાગે છે.

સૂર્યપ્રકાશના હાનિકારક કિરણો

આ સિવાય હોર્મોનલ બદલાવને કારણે પણ ડાર્ક સર્કલની સમસ્યા થઈ શકે છે. આ સ્થિતિમાં ઘેરા બદામી રંગના ડાર્ક સર્કલ દેખાય છે.

હોર્મોનલ અસંતુલન

 વ્યસ્ત જીવનને કારણે શરીરમાં પોષણની ઉણપ રહે છે. જો તમે આ સમસ્યાથી પરેશાન છો તો ડોક્ટરની સલાહ મુજબ સપ્લીમેન્ટ્સ લઈ શકો છો.

વિટામીનની ઉણપ

કેટલીક ખરાબ આદતો પણ આપણો ચહેરો બગાડવા માટે જવાબદાર હોય છે. 

ખરાબ આદતો

સિગરેટ પીવાની આદતને કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે અને ડિહાઇડ્રેશનને કારણે ડાર્ક સર્કલ બનવા લાગે છે.

ધૂમ્રપાન

ફ્લાઈટમાં મજાકમાં પણ ન બોલો આ શબ્દ, નહીંતર થઈ શકે છે જેલ