સ્ટેજ પરથી ધનશ્રીએ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથેની લવ સ્ટોરી જણાવી 

Courtesy : Instagram

07  January, 2023 

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીએ 'ઝલક દિખલા જા 11'માં વાઇલ્ડ એન્ટ્રી કરી છે.

Courtesy : Sony 

શોમાં આવતાની સાથે જ તેણે પોતાના ડાન્સથી ધૂમ મચાવી છે. આ દરમ્યાન ધનશ્રીએ તેની લવ સ્ટોરી સંભળાવી.

Courtesy : Sony 

'ઝલક દિખલા જા 11'ના સ્ટેજ પર શોની હોસ્ટ ગૌહર ખાને ધનશ્રીને પૂછે છે કે, 'તમે કહ્યું હતું કે યુઝવેન્દ્ર સાથે તમારા લગ્ન ડાન્સ દ્વારા થયા હતા?'

Courtesy : Sony 

આ અંગે ધનશ્રી કહે છે કે 'યુજી (યુઝવેન્દ્ર ચહલ)એ એક દિવસ નક્કી કર્યું કે તે ડાન્સ શીખવા માંગે છે. તેણે સોશિયલ મીડિયા પર મારો ડાન્સ જોયો.

Courtesy : Sony 

'તે દિવસોમાં હું ડાન્સ શીખવતી હતી. તેણે મારી પાસેથી બે મહિના સુધી ડાન્સની ટ્રેનિંગ લીધી. મેં તેને સારો ડાન્સર બનાવ્યો.

Courtesy : Instagram

બે મહિના ડાન્સ શીખ્યા પછી તેણે મને સીધો જ લગ્ન માટે પ્રપોઝ કર્યો. ધનશ્રી એ જણાવ્યું કે 'તેણે વગર બેટિંગે  સિક્સ ફટકારી છે.' 

Courtesy : Instagram

ધનશ્રી અને ચહલની લવ સ્ટોરી સાંભળીને ફરાહ અને અરશદ વારસીના ચહેરા જોવા જેવા હતા.

Courtesy : Instagram

તમને જણાવી દઈએ કે ધનશ્રી વ્યવસાયે કોરિયોગ્રાફર અને ડેન્ટિસ્ટ છે. તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Courtesy : Instagram

2020 માં, યુઝવેન્દ્ર અને ધનશ્રીએ લગ્ન કરીને તેમના સંબંધો જાહેર કર્યા હતા.

Courtesy : Instagram

ક્રિકેટર ઋષભ પંતની બહેન છે રૂપસુંદરી, તસવીરો પરથી નહીં હટાવી શકો નજર