17/12/2023

શું તમે પણ પિસ્તા જોઈ લલચાઈ જાવ છો અને જરૂર કરતાં વધુ ખાવ છો?

પિસ્તામાં ઘણા પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

પિસ્તા ડાયેટરી ફાઈબરથી ભરપૂર હોય છે. પરંતુ જરુર કરતા વધુ પિસ્તા ખાવા શરીર માટે હાનિકારક છે 

જો તમે જરૂર કરતાં વધુ ખાઓ છો, તો તમારે ડાયેરીયા, અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

100 ગ્રામ પિસ્તામાં 560 કેલરી હોય છે, તેથી તેને ઓછી માત્રામાં જ ખાવાની સલાહ આપવામાં આવે છે. વધારાની ચરબીને કારણે વજન વધી શકે છે

મોટાભાગના લોકો શેકેલા પિસ્તા ખાય છે, જે એકદમ ખારા હોય છે. વધુ પડતા મીઠાના સેવનથી હૃદયની બીમારીનું જોખમ વધી જાય છે.

પિસ્તામાં પોટેશિયમ વધુ માત્રામાં હોય છે. ખાસ કરીને કિડનીની સમસ્યાથી પીડાતા લોકોએ ડોક્ટરની સલાહ લીધા પછી જ પિસ્તા ખાવા 

પિસ્તા વધુ માત્રામાં ખાવાથી ત્વચા પર લાલ ચકામા, ખંજવાળ, ફોલ્લીઓ અને બળતરા થઈ શકે છે. એલર્જીને કારણે ઉબકા અને ઉલ્ટી પણ થઈ શકે છે

તંદુરસ્ત વ્યક્તિએ દરરોજ માત્ર 3 થી 4 પિસ્તા ખાવા જોઈએ. સાથે જ ગર્ભવતી મહિલાઓએ 2 થી 3 પિસ્તા ખાવા જોઈએ. 

શિયાળામાં જરુર કરતા વધારે ગોળ ના ખાતા ! થશે આ 5 નુકસાન