લીમડાના પાનમાં ઘણા પોષક તત્વો મળી આવે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન સી, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, ફેટ, એમિનો એસિડ, નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, ટેનિક એસિડ જેવા પોષક તત્વો મળી આવે છે.
જો તમે વારંવાર બીમાર રહો છો તો તમારે દરરોજ 4-5 લીમડાના પાનનું સેવન કરવું જોઈએ. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તમે ઘણા ચેપ અને ઋતુજન્ય રોગોથી પોતાને બચાવી શકો છો.
લીમડાના પાનમાં ફાઈબર અને પ્રોટીન મળી આવે છે. જે શરીરમાં મેટાબોલિક પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. આ માટે તમે રોજ ખાલી પેટ લીમડાના પાન ચાવી શકો છો.
લીમડાના પાનમાં સારી માત્રામાં ફાઈબર હોય છે. તે પાચન તંત્રને સુધારવામાં મદદ કરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી બચાવે છે.
જો તમને ઉબકા અને ઉલ્ટી થઈ રહી હોય તો તમે લીમડાના પાન ચાવી શકો છો. આનાથી તમને ઘણો ફાયદો થશે.લીમડાના પાનની મદદથી શરીરના સોજા દૂર કરી શકાય છે.
લીમડાના પાનમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે. આનાથી ત્વચા માટે ઘણા ફાયદા થાય છે. જો તમે ત્વચાને થતા નુકસાનથી બચવા માંગો છો તો લીમડાના પાનનું સેવન કરી શકો છો.
લીમડાના પાન ખાવા શરીર માટે ફાયદાકારક છે. સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે વાંચતા રહો tv9gujarati.com