22, May 2024
ટાટાનો 43000 કરોડનો ઇન્વેસ્ટમેન્ટ પ્લાન...આ શેર પર જોવા મળશે અસર!
દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસમાંથી એક ટાટા ગ્રુપ ઓટોમોબાઈલ સેક્ટરમાં મોટું રોકાણ કરવા જઈ રહ્યું છે.
ટાટા ગ્રૂપે ચાલુ નાણાકીય વર્ષ (2024-25) માટે તેના રોકાણનો લક્ષ્યાંક વધારીને રૂપિયા 43,000 કરોડ કર્યો છે.
કંપની આ નાણાંનો ઉપયોગ નવી પ્રોડક્ટ્સ તેમજ ટેક્નોલોજી પર કરશે અને તેનો મોટો હિસ્સો જૂથના બ્રિટિશ યુનિટ જેગુઆર લેન્ડ રોવર (JLR) પર ખર્ચવામાં આવશે.
રિપોર્ટ અનુસાર, JLR માટે લગભગ 35,000 કરોડ રૂપિયાનું રોકાણ થશે અને ટાટા મોટર્સ માટે તે લગભગ 8,000 કરોડ રૂપિયા હશે.
ઇમેજ ગ્રૂપ દ્વારા કરવામાં આવેલા આ મોટા રોકાણ પ્લાનની અસર ટાટા મોટર્સના શેર પર જોવા મળી શકે છે.
22 તારીખે બુધવારે ટાટા મોટર્સનો શેર 947.95 પર બંધ થયો હતો.
3.49 લાખ કરોડની માર્કેટ કેપ ધરાવતી આ કંપનીના શેરનું 52 સપ્તાહનું high 1,065.60 છે, જ્યારે નિમ્ન સ્તર રૂપિયા 509.10 છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ એક્સપર્ટની સલાહ લીધા બાદ જ કરવી.