કેન્દ્ર સરકાર પસ્તી વેચીને કરશે રૂ.1 હજાર કરોડની કમાણી

12/09/23

કેન્દ્ર સરકાર 2 ઓક્ટોબરથી સ્વચ્છતા અભિયાન-3.0ની શરૂઆત કરશે

આ દરમિયાન તમામ સરકારી કચેરીઓમાં પણ સફાઈ કરવામાં આવશે

સરકાર આ વખતે સરકારી કાર્યાલયોમાં પડેલી નકામી ફાઈલો વેચીને 1 હજાર કરોડની કમાણી કરશે

સ્વચ્છતા અભિયાન-3.0 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ચાલશે

સફાઈ દરમિયાન નીકળેલી નકામી ફાઈલો વેચીને 1 હજાર કરોડની કમાણી થવાનો ટાર્ગેટ રખાયો છે

સ્વચ્છતા અભિયાન-2.0 દરમિયાન 1.37 લાખ સ્થળોની સફાઈ કરવામાં આવી હતી

તે વખતે સરકારી કાર્યાલયોમાંથી નીકળેલી પસ્તીથી લગભગ રૂ. 520 કરોડની કમાણી થઈ હતી

સ્વચ્છતા અભિયાન-2.0 દરમિયાન સરકારી કચેરીઓમાંથી લગભગ 50 લાખ ફાઇલો દૂર કરવામાં આવી હતી

આ છે દુનિયાના સૌથી મોંઘા હીરા, કિંમત જાણીને ચોંકી જશો