કેનેડાના PR મેળવવા માંગતા ગુજરાતીઓ માટે ખુશખબર

21 July, 2025

કેનેડા વિદેશી નાગરિકોને કાયમી રહેઠાણ (PR) આપતી એક લોકપ્રિય યોજના ધરાવે છે, જેનો લાભ ભારતીયો મોટી સંખ્યામાં લઈ રહ્યા છે.

PR મળવાથી વ્યક્તિને કેનેડામાં રહેવા, કામ કરવા અને અભ્યાસ કરવાની કાનૂની પરવાનગી મળે છે.

કાયમી રહેઠાણ મેળવવા માટે "એક્સપ્રેસ એન્ટ્રી" દ્વારા અરજી કરવાની પ્રક્રિયા સૌથી ઝડપી અને અસરકારક માનવામાં આવે છે.

ફેડરલ સ્કિલ્ડ વર્કર પ્રોગ્રામ, કૅનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ અને પ્રોવિન્શિયલ નોમિની કાર્યક્રમ જેવા વિકલ્પો ઉપલબ્ધ છે.

PR હોવા છતાં દર પાંચ વર્ષમાં ઓછામાં ઓછા 730 દિવસ કેનેડામાં ફીઝિકલી હાજર રહેવું જરૂરી હોય છે.

જો કોઇ વ્યક્તિ કેનેડાની કંપની માટે વિદેશમાં પૂર્ણ સમય કામ કરે છે, તો તે સમય પણ PR માટે માન્ય ગણાય છે.

જો અરજદાર તેમના કેનેડિયન નાગરિક જીવનસાથી અથવા માતાપિતા સાથે વિદેશમાં રહેતો હોય, તો પણ તે સમય ગણવામાં આવે છે.

કાયમી રહેવાસી વ્યક્તિ કેનેડામાં 1,095 દિવસ રહે તો તે પછી કેનેડિયન નાગરિકત્વ માટે અરજી કરવા લાયક બની જાય છે.