સ્ટાર ક્રિકેટરે અચાનક જ પોતાની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી

16 ફેબ્રુઆરી, 2025

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન હાલમાં ઈજાના કારણે ક્રિકેટના મેદાનથી દૂર છે. આ દરમિયાન, તેની સગાઈ થઈ ગઈ છે. સ્ટાર ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન

કેમેરોન ગ્રીને તેની ગર્લફ્રેન્ડ એમિલી રેડવુડ સાથે સગાઈ કરી છે. તેણે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી.

કેમેરોન ગ્રીન દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા ફોટામાં, તેની ગર્લફ્રેન્ડ એમિલી રેડવુડ સગાઈની વીંટી બતાવતી જોવા મળે છે.

ફોટો શેર કરતા કેમેરોન ગ્રીને કેપ્શનમાં લખ્યું, 'હું હંમેશા આ છોકરીને પ્રેમ કરીશ.'

કેમેરોન ગ્રીન અને એમિલી રેડવુડ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર સાથેના ફોટા શેર કરે છે.

એમિલી રેડવુડ વ્યવસાયે ન્યૂટ્રિશિયન છે. એમિલીએ ફેબ્રુઆરી 2022 માં તેનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.

કેમેરોન ગ્રીન IPLમાં મુંબઈ અને RCB ટીમો તરફથી રમી ચૂક્યા છે. પરંતુ હાલમાં, તે પીઠની ઈજાને કારણે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને IPLમાંથી બહાર થવાનો છે.