23, May 2024

શેરબજારમાં મોટો જાદુ, રોકાણકારો એક જ વારમાં કમાયા 415000 કરોડ રૂપિયા

છેલ્લા કેટલાક દિવસોના ઘટાડા બાદ આજે શેરબજારમાં તોફાની ઉછાળો જોવા મળ્યો હતો.

સેન્સેક્સ 1200 પોઈન્ટથી વધુ વધીને 75,000ની પાર પહોંચ્યો, જ્યારે નિફ્ટી લગભગ 400 પોઈન્ટ વધીને 22,993.60ના સ્તરે પહોંચ્યો.

શેરબજાર નવી ઊંચાઈએ પહોંચ્યા બાદ BSE સેન્સેક્સનું માર્કેટ કેપ વધીને લગભગ રૂપિયા 421 લાખ કરોડ થઈ ગયું છે.

BSE લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં વધારાને કારણે રોકાણકારોને રૂપિયા 4.15 લાખ કરોડનો નફો થયો છે.

નિફ્ટી બેંક આજે 2% વધ્યો હતો જ્યારે PSU, રેલ અને સંરક્ષણ શેરોમાં પણ જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો.

શેરબજારમાં તોફાની ઉછાળાને કારણે કેટલાક શેર 20 ટકા સુધી વધ્યા હતા. GRSE, કોચીન શિપયાર્ડ અને Mazagon Dockના શેર 20% સુધી વધ્યા.

PSU રેલ શેરો RVNL અને IRFC 9 ટકા અને 6 ટકા વધીને બંધ થયા છે.

હેવીવેઇટ શેરોમાં HDFC બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ICICI બેન્ક, લાર્સન એન્ડ ટુરબ્રો (L&T) અને એક્સિસ બેન્કમાં પણ મજબૂત ઉછાળો જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે એક દિવસ અગાઉ FIIએ રૂપિયા 686.04 કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂપિયા 961.91 કરોડના શેર ખરીદ્યા હતા.