20 Feb 2024

આ 8 સ્ટાર્સે વારસામાં મળેલી રાજનીતિને નકારી, એક્ટિંગની દુનિયામાં બનાવી કરિયર

Pic credit - Freepik

રિતેશ દેશમુખ પોલિટિકલ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેમના પિતા વિલાસરાવ દેશમુખ ત્રણ વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચુક્યા છે.

રિતેશ દેશમુખ

આ લિસ્ટમાં અરુણોદય સિંહનું નામ પણ છે. અભિનેતાના પિતા અજય સિંહ કોંગ્રેસના નેતા છે. આ સાથે તે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અર્જુન સિંહના પૌત્ર પણ છે.

અરુણોદય સિંહ

આયુષ શર્મા પણ રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તમને જણાવી દઈએ કે આયુષ સલમાન ખાનના જીજાજી છે. તે જ સમયે આયુષના દાદા કોંગ્રેસના મોટા નેતા રહી ચૂક્યા છે.

આયુષ શર્મા

નેહા શર્મા પણ રાજકીય બેકગ્રાઉન્ડ સાથે સંબંધ ધરાવે છે. તેમના પિતા બિહાર ભાગલપુરના મોટા નેતા છે.

નેહા શર્મા

આમાં સોનાક્ષી સિન્હાનું નામ પણ આવે છે. સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિન્હાનો રાજકારણ સાથે ઊંડો સંબંધ છે.

સોનાક્ષી સિન્હા

ચિરાગ પાસવાન પણ રાજકીય બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેણે 'મિલે ના મિલે હમ' જેવી કેટલીક ફિલ્મો પણ કરી છે. ચિરાગના પિતા રામવિલાસ પાસવાન બિહારના દિગ્ગજ નેતા રહી ચૂક્યા છે.છે.

ચિરાગ પાસવાન

લવ સિંહા શત્રુઘ્ન સિંહાના પુત્ર છે. લવે બોલિવૂડ ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું. જો કે તે ફિલ્મોમાં કંઈ કમાલ બતાવી શક્યો નહીં.

લવ સિંહા

જો કે ઘણા લોકો જાણતા નથી કે ભૂમિ, સતીશ પેડનેકરની પુત્રી છે, જેઓ એક રાજકારણી હતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ અને શ્રમ મંત્રી હતા.

ભૂમિ પેડનેકર