'સૈયારા'નું શૂટિંગ ક્યાં ક્યાં થયું?

04 August, 2025

Tv9 Gujarati

અહાન પાંડે અને અનિત પડ્ડા સ્ટારર ફિલ્મ 'સૈયારા'નો ક્રેઝ ચરમસીમાએ છે. બમ્પર કમાણી પણ થઈ રહી છે

મીડિયા અહેવાલ અનુસાર, 'સૈયારા'એ 12 દિવસમાં વિશ્વભરમાં 409 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

કહાની અને અહાન-અનિતની જોડી ઉપરાંત, લોકો ફિલ્મમાં બતાવેલ શૂટિંગ લોકેશનને પણ પસંદ કરી રહ્યા છે.

ફિલ્મને સ્ક્રીન પર સારી રીતે રજૂ કરવા માટે, નિર્માતાઓએ ફિલ્મનું શૂટિંગ મુંબઈ, ગોવા અને મનાલીના વિવિધ સ્થળોએ કર્યું છે.

'સૈયારા'નું શૂટિંગ મુંબઈમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજ, છત્રપતિ શિવાજી ટર્મિનસ અને બાંદ્રા કિલ્લા પર કરવામાં આવ્યું છે.

મનાલીમાં, આ ફિલ્મનું શૂટિંગ નાગ્ગર કિલ્લા પર કરવામાં આવ્યું છે. આ મહેલ બરફીલા ટેકરીઓથી ઘેરાયેલો છે. આ ઉપરાંત, ધુંડી બ્રિજ નજીકના દ્રશ્યો પણ ફિલ્મમાં છે.

આ ફિલ્મ ગોવામાં અવર લેડી ઓફ ધ ઇમક્યુલેટ કન્સેપ્શન ચર્ચ નજીક પણ શૂટ કરવામાં આવી છે. આ ફિલ્મ ગોવામાં અવર લેડી ઓફ ધ ઇમક્યુલેટ કન્સેપ્શન ચર્ચ નજીક પણ શૂટ કરવામાં આવી છે.

આટલું જ નહીં, 'સૈયારા' ફિલ્મ અલીબાગમાં પણ શૂટ કરવામાં આવી છે જેથી સમુદ્ર કિનારાનો સુંદર નજારો જોવા મળે.