સ્વાસ્થ્ય માટે સારું છે કાળું લસણ, તમને મળશે આ ફાયદા
25 December 2023
Pic credit - Freepik
સફેદ લસણ તો ખાધુ જ હશે, શું તમે કાળા લસણ વિશે જાણો છો? તેનાથી સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો થાય છે
કાળું લસણ
ડાયાબિટીસવાળા લોકોને કાળા લસણથી ફાયદો થાય છે. આ ઇન્સ્યુલિનને એક્ટિવ કરે છે અને બ્લડ સુગર લેવલને જાળવવામાં મદદરૂપ થાય છે.
ડાયાબિટીસ
કાળા લસણનું સેવન LDL કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઈડ્સ ઘટાડવામાં મદદ કરે છે.
કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે
કાળા લસણનું સેવન કરવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે. પેટ સંબંધિત સમસ્યાઓ માટે લસણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
પાચનક્રિયા
બ્લેક લસણ એક ઉત્તમ ઈમ્યુનિટી બૂસ્ટર છે અને તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરના ક્ષતિગ્રસ્ત કોષોને રિપેર કરવામાં મદદરૂપ થાય છે.
ઈમ્યુનિટી બૂસ્ટર
કાળું લસણ ખાવાથી માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તેના સેવનથી ડિમેન્શિયા અને અલ્ઝાઈમર જેવી ઉંમર સંબંધિત સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે.
યાદશક્તિ સુધારે છે
કાળા લસણનો ઉપયોગ સૂપ, ટોસ્ટ અને કઢી વગેરેમાં સ્વાદ વધારવા માટે થાય છે અને તમે સવારે ખાલી પેટ બેથી ત્રણ કળી પણ ખાઈ શકો છો.
કેવી રીતે ખાવું
કાળું લસણ સફેદ લસણમાંથી મેલાર્ડ પ્રતિક્રિયાની પ્રક્રિયાથી બનાવવામાં આવે છે. જેના પછી તેના ફાયદાઓ પણ વધી જાય છે
કાળું લસણ કેવી રીતે બને છે
ફાટેલા-તુટેલા મોજાંનો આ રીતે કરો ઉપયોગ, જોઈને કહેશો શું આઈડિયા છે!
અહીં ક્લિક કરો