પહેલી વાર, ટાટા મોટર્સ તેની કૂપ SUV કર્વ પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે આ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે ઓછી કિંમતે આ કાર ખરીદવાની એક સારી તક છે.
ટાટા કર્વના ICE અને ઇલેક્ટ્રિક બંને મોડેલ પર હજારો રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ICE અને ઇલેક્ટ્રિક વાહનો બંનેના 2025 મોડેલો પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
ટાટા કર્વ ICE (2025 મોડેલ) પર 20,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, આ કાર પેટ્રોલ અને ડીઝલ વિકલ્પોમાં ઉપલબ્ધ છે અને આ કારની કિંમત 9,99,990 રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.
Curvv ICE (2024 મોડેલ) પર 50 હજાર રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટનો લાભ મળી રહ્યો છે. આ મોડેલ પર 50 હજારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
Curvv EV (2025 મોડેલ) પર 20,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે, આ ઇલેક્ટ્રિક SUV ની કિંમત 17.49 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.
Tata Curvv પર ડિસ્કાઉન્ટ વિશેની માહિતી AutocarIndia ના રિપોર્ટમાંથી મળી છે, ડિસ્કાઉન્ટનો લાભ 28 ફેબ્રુઆરી 2025 સુધી મળશે, ડિસ્કાઉન્ટની રકમ અલગ અલગ શહેરોમાં અલગ અલગ હોઈ શકે છે.