03/06/2026

સોના-ચાંદીમાં મોટો કડાકો કે ખરીદીની સુવર્ણ તક?

સોના અને ચાંદીના ભાવ આગામી દિવસોમાં કઈ દિશામાં જશે, તેને લઈને કોમોડિટી માર્કેટના દિગ્ગજ એક્સપર્ટે એક ખૂબ જ મોટું અને ચોંકાવનારું અનુમાન કર્યું છે. 

ચોંકાવનારું અનુમાન

કોમોડિટી માર્કેટના એક્સપર્ટ અજય કેડિયાના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં મોટું કરેક્શન જોવા મળી શકે છે. 

મોટું કરેક્શન

તેમના જણાવ્યા મુજબ, જ્યારે પણ આર્થિક સુસ્તી કે સંકટની શરૂઆત થાય છે, ત્યારે લિક્વિડિટી (રોકડ) ની અછતને કારણે શરૂઆતના તબક્કામાં સોના-ચાંદીમાં તેજીના બદલે ઘટાડો નોંધાય છે. 

તેજીના બદલે ઘટાડો

કોમોડિટી માર્કેટના એક્સપર્ટ અજય કેડિયાના જણાવ્યા અનુસાર, 'સોનું' (Gold) ઘટીને ₹1.40 લાખથી ₹1.45 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી આવી શકે છે. 

સોનામાં શું થશે?

બીજીબાજુ 'ચાંદી' (Silver) તૂટીને ₹2.20 લાખથી ₹2.25 લાખ પ્રતિ કિલોગ્રામના સ્તર સુધી આવી શકે છે.

ચાંદીમાં શું થશે?

અજય કેડિયાનું માનવું છે કે, જો ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં સોનું અને ચાંદી ઘટીને આ લેવલ પર પહોંચી જાય છે, તો રોકાણકારો માટે ખરીદી કરવાની આ સુવર્ણ તક હોઈ શકે છે.

સુવર્ણ તક

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.