ચોમાસું પોતાની સાથે અનેક પ્રકારના મોસમી રોગો લઈને આવે છે. આવી સ્થિતિમાં તમે આદુવાળી ચાનું સેવન કરી શકો છો.
આદુમાં ફેટી એસિડ્સ, કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી, ફાઇબરના ગુણ હોય છે. આ ઉપરાંત તે એનર્જી, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન સી અને બી6થી ભરપૂર છે.
આદુ ગરમ સ્વભાવ ધરાવે છે. તેના સેવનથી તમને અનેક ઈન્ફેક્શનથી રાહત મળી શકે છે.
તમારા પેટને સ્વસ્થ રાખવા માટે તમારે ચોમાસામાં આદુની ચાનું સેવન કરવું જોઈએ. તેમાં રહેલા ફાઈબરના ગુણો કબજિયાત અને અપચો દૂર કરે છે.
આદુની ચા તમારા શરીરને ઇન્ફેક્શનથી બચાવશે. ચોમાસામાં મોસમી રોગોનું જોખમ વધી જાય છે.
આદુની ચા પીઓ જેમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે.
ચોમાસામાં આદુની ચા પીવાથી બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે. આ ચામાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાના ગુણ હોય છે.
વરસાદમાં વારંવાર ભીના થવાને કારણે તમને શરદી અને ઉધરસ થવાની શક્યતા વધું હોય છે. આવી સ્થિતિમાં તમે આદુ સાથે બ્લેક ટી પી શકો છો. તેનાથી ગળાના દુખાવામાં રાહત મળે છે.
ઉલ્લેખનીય છે કે તમે આદુવાળી ચા દરરોજ 1 કપથી વધુ ચા પીશો નહીં. ગરમ પ્રકૃતિને કારણે તે ગરમ પડી શકે છે.