4 March 2024

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીનો ત્રીજો દિવસ પણ ખૂબ જ શાનદાર રહ્યો હતો. દંપતીના ત્રીજા દિવસના કાર્યક્રમમાં મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું

Pic credit - Instagram

સલમાન ખાન કાળા રંગના એથનિક આઉટફિટમાં જોવા મળ્યો હતો. સલમાન ખાનના રોયલ લૂકની તસવીરો વાયરલ થઈ રહી છે

મહા આરતી કાર્યક્રમ દરમિયાન સૈફ અલી ખાન પણ તેની પત્ની કરીના કપૂર અને પુત્ર તૈમૂર સાથે શાહી અંદાજમાં જોવા મળ્યો હતો

રણબીર કપૂર પણ તેની પત્ની આલિયા ભટ્ટ સાથે એકદમ રોયલલુકમાં જોવા મળ્યો હતો

આદિત્ય રોય કપૂર પણ મેચિંગ જેકેટ સાથે સફેદ રંગના કુર્તા-પાયજામામાં એકદમ હેન્ડસમ લાગતો હતો

ધક ધક ગર્લ માધુરી દીક્ષિત સાડીમાં સુંદર દેખાતી હતી જ્યારે તેના પતિ ડૉ શ્રી રામ નેને મરૂન શેરવાનીમાં સારા દેખાતા હતા

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન તેની પત્ની ગૌરી અને પુત્ર અબરામ સાથે એકદમ રોયલ જોવા મળ્યો હતો

આ દરમિયાન અનન્યા પાંડે રેડ અને ગોલ્ડન કલરના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી

શનાયા કપૂરે મહા આરતી દરમિયાન લાલ સાડી પહેરી હતી. શનાયાની શાહી શૈલી પ્રશંસનીય હતી

શાહરૂખ ખાનની પ્રિય સુહાના ખાન પણ ઓફ શોલ્ડર બ્લાઉઝ સાથે સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી

ફિલ્મ મેકર બોની કપૂર પણ બ્લેક કુર્તામાં એકદમ ડેશિંગ લાગતા હતા

આ દરમિયાન સાઉથના સુપરસ્ટાર રજનીકાંત તેમની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત અને પત્ની લતા રજનીકાંત સાથે ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા

બોલિવૂડનો એવર ગ્રીન એક્ટર અનિલ કપૂર તેની પત્ની સુનીતા સાથે શાહી અંદાજમાં જોવા મળ્યો હતો

આ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની પણ તેની પત્ની સાક્ષી ધોની સાથે શાહી અંદાજમાં જોવા મળ્યો હતો.

ક્રિકેટના ભગવાન એટલે કે સચિન તેંડુલકર અને તેની પત્ની અંજલિ તેંડુલકર પણ એથનિક લુકમાં અદભૂત દેખાતા હતા.