અમેરિકાની ચૂંટણી જીતનાર Donald Trump કેટલી વાર થયા છે Bankrupt ?
06 નવેમ્બર, 2024
સૌપ્રથમ વાત કરવામાં આવે તો ટ્રમ્પનો તાજમહેલ કેસિનોએ એપ્રિલ 1990 માં એટલાન્ટિક સિટીમાં ખોલવામાં આવ્યો હતો.
પરંતુ છ મહિના પછી, "તેમણે બોન્ડધારકોને વ્યાજની ચૂકવણીમાં ડિફોલ્ટ કર્યું હોવાથી તેમની નાણાકીય સ્થિતિ બગડી હતી
જુલાઈ 1991માં ટ્રમ્પના તાજમહેલે નાદારી નોંધાવી હતી.
તે એટલાન્ટિક સિટીના અન્ય બે કેસિનો પરની લોનની ચૂકવણી કરી શક્યા ન હતા અને તે બે મિલકતોએ 1992માં નાદારી જાહેર કરી હતી.
ચોથી મિલકતની વાત કરવામાં આવે તો ન્યૂ યોર્કમાં પ્લાઝા હોટેલ, દેવાં એકઠા કર્યા પછી 1992 માં નાદારી જાહેર કરી.
પોલિટીફેક્ટે 1992 પછી વધુ બે મળી કુલ છ નાદારી નોંધાવી હતી. ટ્રમ્પ હોટેલ્સ એન્ડ કેસિનો રિસોર્ટ્સે અંદાજે $1.8 બિલિયનનું દેવું કર્યા બાદ 2004માં ફરીથી નાદારી નોંધાવી હતી.
ટ્રમ્પ એન્ટરટેઈનમેન્ટ રિસોર્ટ્સે પણ 2008ની મંદી દરમિયાન ભારે ફટકો પડયા બાદ 2009માં નાદારી જાહેર કરી હતી.
મહત્વનું છે કે ટ્રમ્પે વોશિંગ્ટનના એક મીડિયાને જણાવ્યું હતું કે તેઓ પ્રથમ ત્રણ નાદારીઓને માત્ર એક જ માનતા હતા.