ચંદ્રયાન 3 ના શણગાર સાથે બાલકૃષ્ણ હિંડોળે ઝૂલ્યાં
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે રણછોડરાયજી મંદિર મહાપ્રભુજીની બેઠક ખાતે દર વર્ષે બાલકૃષ્ણના અલગ અલગ થીમ સાથે હિંડોળાનું આયોજન કરવામાં આવે છે
રણછોડરાયજી ની ચાલીના સર્વ ભાવિક ભક્તો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ હિંડોળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે
આ વર્ષે ચંદ્રયાન 3 ના બાલકૃષ્ણના હિંડોળા ઉપર સર્વ ભક્તોનું વિશેષ ધ્યાન રહ્યું હતું
આ દરમ્યાન સૌથી વધારે 500 થી 1,000 ભાવીભક્તોએ દર્શનનો લાભ લીધો હતો
શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ મંદિરોમાં શ્રાવણ સુદ એકમથી પૂનમ સુધી હિંડોળા થાય છે
રણછોડરાયજી મંદિરમાં અસારવા વિસ્તારમાં હિંડોળા દ્વારા બાલ્ય અવસ્થાની બાલકૃષ્ણની અનુભૂતિ વારંવાર યાદ કરાવે છે
ફક્ત ચંદ્રયાન જ નહીં પરંતુ હિંડોળાના અલગ અલગ શણગાર લોકો માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર
તમે તમારા ઘરે કુંડામાં પણ ઉગાડી શકો છો બટાકા
અહીં ક્લિક કરો