તમે તમારા ઘરે કુંડામાં પણ ઉગાડી શકો છો બટાકા

બટાકા વગર કોઈપણ ભારતીયના ઘરમાં રસોઈ થઈ શકતી નથી, લગભગ તમામ રસોઈમાં બટાકાનો ઉપયોગ થાય છે

 મોટાભાગના લોકો બટાકાની ખરીદી બજારમાંથી કરે છે. જોકે તેને ઘરે પણ કુંડામાં સરળતાથી  ઉગાડી શકાય છે

 બીજની દુકાન પરથી તમે સારી બ્રિડના બટાકાના બીજ ખરીદી શકો છો, આના અથવામાં ઘરે રહેલા બટાકા પણ કામ આવે છે

બટાકા ના બીજ રોપવા પહેલા માટીમાં બે કપ ખાતર નાખીને તેને મિક્સ કરવું

ખાતર ભેળવ્યા બાદ માટીને કુંડામાં સારી રીતે પાથરી દેવી અને થોડીવાર માટે તેને તાપમાં મૂકવી

 હવે એક બટાકા ને બે સરખા ભાગમાં  કાપીને ઓછામાં ઓછું બે થી ત્રણ ઇંચ માટીની અંદર દાટી દો

 બટાકાનું બીજ નાખવા સમયે ક્યારેય પાણી નાખવું જોઈએ નહીં. જ્યારે કૂપણો ફૂટે અને એક થી બે ઇંચ જેટલું આ મોટું થાય તે બાદ જ એક બે મગ જેટલું પાણી નાખી શકાય છે

પાણી નાખ્યા પછી કીટનાશક સ્પ્રેનો પણ ઉપયોગ કરવો જરૂરી છે. મહત્વનું છે કે કુંડામાં બિનજરૂરી ઊડતું ઘાસપુસ હટાવવું જોઈએ

 લગભગ બે થી ત્રણ મહિનામાં કુંડામાં બટાકા આવવાનું શરૂ થઈ જાય છે

દેશમાં ઘણા હિલ સ્ટેશન છે જે વિદેશી પ્રવાસીઓમાં પણ ખૂબ જ લોકપ્રિય છે