બે કપથી વધારે ચા પી રહ્યા છો તો શરીરમાં આવશે આ બદલાવ
ભારતમાં લોકો ચા પીવાના ખૂબ શોખીન છે. પરંતુ આના નુકસાન પણ ઘણા છે
પહેલી વાત તો એ છે કે ક્યારેય ખાલી પેટ ચા પીવી ન જોઈએ
એક્સપર્ટ નું કહેવું છે કે દિવસમાં બે વારથી વધારે ચા નહીં પીવી જોઈએ. નહિતર શરીરમાં બદલાવ આવી શકે છે
ચા માં કેફીનની માત્રા વધુ પ્રમાણમાં હોય છે. કેફીન નું વધારે સેવન કરવાથી માથાનો દુખાવો તણાવ અને એન્ઝાઈટી વધી શકે છે
વધુ ચા પીવાથી ઊંઘ ન આવવાની પણ સમસ્યા રહે છે. ચામાં રહેલું કેફીન તમારી સ્લીપ સાયકલને પ્રભાવિત કરે છે
વધુ ચા પીવાથી બ્લડપ્રેશરમાં પણ અસર પડે છે. જો તમને હાઈ બ્લડપ્રેશર છે તો તેવા દર્દીઓએ વધુ માત્રામાં ચા પીવાનું ટાળવું જોઈએ
વધુ ચા પીવાથી બોડી હોર્મોન્સ અસંતુલિત થાય છે. જેનાથી પીમ્પલ જેવી પણ સમસ્યા થાય છે
ચામાં રહેલું કેફિન શરીરના પાણીને સુકવી નાખે છે. જેના કારણે ડી હાઇડ્રેશનની પણ સમસ્યા થાય છે
તમને ગભરાહટ ની સમસ્યા થઈ શકે છે, ચા મા ટેનીન રહેલું છે જે પરેશાનીનું કારણ છે
તમે તમારા ઘરે કુંડામાં પણ ઉગાડી શકો છો બટાકા
અહીં ક્લિક કરો