<strong><a href="https://tv9gujarati.com/videos/gujarat-videos/cyclone-biporjoy-hits-coast-20feet-high-waves-hit-gomti-ghat-dwarka-watch-video-777777.html">બિપોરજોય વાવાઝોડું</a> </strong>જખૌથી માત્ર 180 કિમી દૂર છે. તે સાંજે જખૌ પોર્ટ ક્રોસ કરશે. ગુરુવાર સાંજે 120થી 140 કિમીની ઝડપે પવન ફૂંકાશે, હાલ 6 કિમીથી વધુની ઝડપે આગળ વધી રહ્યું છે. તો રાજ્યમાં વાવાઝોડાની અસરને પગલે વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્ર કચ્છ સહિત ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ઓખા જેટીએ દરિયો ગાંડોતુર બન્યો છે.ઓખા જેટીએ દરિયામાં ભારે કરંટ, બોટ બચાવવા માટે માછીમારોની ભારે જહેમત, જુઓ Video