2019માં આ મોબાઈલ ફોન પર બંધ થઈ જશે WHATSAPP,આ લીસ્ટમાં તમારો ફોન તો નથી ને, જાણો

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsAppનો ઉપયોગ દિવસે દિવસે વધતો જાય છે, ત્યારે યુઝર્સો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. WhatsApp હવે ઘણાં ફોનમાં હંમેશા માટે બંધ થઈ જશે. 31 ડિસેમ્બર 2019 પછી Windows OS ફોન પર WhatsApp બંધ થઈ જશે. હવે જો તમારે WhatsAppનો ઉપયોગ કરવો છે તો 1 જાન્યુઆરી 2020 પહેલા Windows OS મોબાઈલને ‘બાય-બાય’ […]

2019માં આ મોબાઈલ ફોન પર બંધ થઈ જશે WHATSAPP,આ લીસ્ટમાં તમારો ફોન તો નથી ને, જાણો
Follow Us:
| Updated on: May 14, 2019 | 7:37 AM

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsAppનો ઉપયોગ દિવસે દિવસે વધતો જાય છે, ત્યારે યુઝર્સો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. WhatsApp હવે ઘણાં ફોનમાં હંમેશા માટે બંધ થઈ જશે. 31 ડિસેમ્બર 2019 પછી Windows OS ફોન પર WhatsApp બંધ થઈ જશે.

હવે જો તમારે WhatsAppનો ઉપયોગ કરવો છે તો 1 જાન્યુઆરી 2020 પહેલા Windows OS મોબાઈલને ‘બાય-બાય’ કરીને એન્ડ્રોઈડ ફોન લેવો પડશે. WhatsAppના કહેવા મુજબ તે આવનારા વર્ષોમાં ઘણાં જુના વર્ઝનમાં તેમનો સપોર્ટ હટાવી લેશે. આ જુના વર્ઝનમાં એન્ડ્રોઈડ, IOS, અને Windowsના નામ છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

વિન્ડોઝ સિવાય WhatsApp એન્ડ્રોઈડ વર્ઝન 2.3.7 કે તેનાથી જુના વર્ઝન પર ફેબ્રુઆરી 2020થી સપોર્ટ આપવાનો બંધ કરી દેશે. આઈફોનના iOS 7 વર્ઝન પર પણ 1 ફેબ્રુઆરી 2020થી WhatsApp હટી જશે.

આ ફોન પર પહેલાથી જ WhatsApp બંધ થઈ ચૂક્યુ છે

આની પહેલા ગયા વર્ષે 31 ડિસેમ્બર 2017 પછી બ્લેકબેરી OS,બ્લેકબેરી 10, નોકિયા S40, Windows phone 8.0 અને જુના પ્લેટફોર્મ માટે WhatsApp બંધ કરી દેવામાં આવ્યું હતું. એપ્પલના આઈફોનની વાત કરીએ તો તેમાં WhatsApp આઈફોનiOS6, આઈફોન 3GSમાં બંધ થઈ ચૂક્યું છે.

WhatsAppમાં આવ્યું આ નવું ફિચર

WhatsAppમાં હવે તમે ચેટિંગની સાથે સાથે શોપિંગનો શોખ પણ પૂરો કરી શકો છો. WhatsApp પર હવે તમને ઓનલાઈન શોપિંગની સુવિધા મળવા જઈ રહી છે. WhatsApp બિઝનેસ માટે ઘણાં બદલાવ કરવામાં આવ્યા છે. ઘણાં નવા ફિચર આવ્યા છે.

આ પણ વાંચો: કન્યા વગરના લગ્ન- 200 મહેમાનો બન્યા જાનૈયા, 800 લોકોને જમાડવામાં આવ્યા

કંપનીએ WhatsApp Business માટે પ્રોડક્ટ કેટલોગ બનાવ્યા છે. તેની હેઠળ કસ્ટમર્સ ચેટની અંદર જ પ્રોડક્ટસની લિસ્ટ જોઈ શકાય છે. જો કસ્ટરમર ઈચ્છે તો ચેટની લિસ્ટમાં આપેલી પ્રોડકટમાંથી પસંદ કરીને ખરીદી પણ કરી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">