અમેરિકાથી મહત્વના સમાચાર: US માં 600 ભારતીયોની ધરપકડ અને જેલમાં પૂરી દેવામાં આવ્યા, જાણો શા માટે ?
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ઈમીગ્રેશનના નિયમોનું ઉલ્લંઘન કરવાના સામે કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા છે. જેના કારણે 600 જેટલાં વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. જેના કારણે અમેરિકાથી લઈ ભારતમાં 2500થી વધુ લોકો મુશ્કેલીમાં આવી ગયા છે. આ અંગે હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિદ્યાર્થીઓએ ફેક યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો […]
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ઈમીગ્રેશનના નિયમોનું ઉલ્લંઘન કરવાના સામે કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા છે. જેના કારણે 600 જેટલાં વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. જેના કારણે અમેરિકાથી લઈ ભારતમાં 2500થી વધુ લોકો મુશ્કેલીમાં આવી ગયા છે.
આ અંગે હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિદ્યાર્થીઓએ ફેક યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. જેના પર અમેરિકન તેલુગુ એસોશિએશન તરફથી કહેવામાં આવ્યું કે, આ તમામ વિદ્યાર્થીઓ પર પૂરતાં દસ્તાવેજ ન હોવાના અને વીઝામાં છેતરપીંડી કરીને પોતાના સ્વાર્થ માટે લોકોને દેશમાં પ્રવેશ કરાવ્યો હતો અને તેમની ધરપકડ કરી હતી.
જે 600 વિદ્યાર્થીઓની વિરૂધ્ધ વોરેન્ટ બહાર પાડવામાં આવ્યું છે તેમાંથી 100થી વધુ વિદ્યાર્થીઓ ફર્મિંગ્ટન યુનિવર્સિટીના છે. જેના માટે વકીલોની મદદ લેવામાં આવી રહી છે. અમેરિકામાં ભારતીય રાજદૂત દ્વારા પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે આ મામલે અમેરિકાના અધિકારીઓની સાથે વાતચીત કરી છે.
[yop_poll id=”947″]