16 Nov 2023

ભાઈબીજ પર્વે ત્રિવેણી ઘાટ પર મહિલાઓએ લગાવી આસ્થાની ડૂબકી

Pic Credit: Somnath Trust

સોમનાથમાં ભાઈબીજના તહેવારે ત્રિવેણી સંગમ ઘાટ પર મહિલાઓએ સ્નાન કરી પોતાના વીરાના દીર્ઘાયુ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી

ભાઈબીજના તહેવારે બહેનોએ ભાઈના દીર્ઘાયુ અને સુખાકારી માટે કરી પૂજા અર્ચના

ભાઈબીજના દિવસે જ યમુનાજીએ તેમના ભાઈ યમરાજની સુખાકારી માટે સંગમ સ્નાન કર્યુ હતુ. આ દિવસે યમુનાજી સ્વરૂપે ત્રીવેણી સંગમમાં પૂજા કરી. 

હાલ સોમનાથમાં દીવાળીના કારણે દેશભરમાંથી યાત્રિકો દર્શને આવી રહ્યા છે

હજારોની સંખ્યામાં બહેનોએ સ્નાન કરી પૂજાના સાહિત્યથી યમુનાજી સ્વરૂપે પૂજન અર્ચન કર્યુ હતુ

ત્રિવેણી સંગમ પર હીરણ, કપિલા અને સરસ્વતી એમ ત્રણ નદીઓનો સંગમ થાય છે.

ત્રિવેણી સંગમ પર સ્નાનનો શાસ્ત્રમાં પણ અનેરો મહિમા છે અને દેશભરમાંથી યાત્રિકો અહીં આવે છે

ત્રિવેણી સંગમમાં લોકો તેમના મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ વિસર્જન માટે પણ આવે છે અને મૃતાત્માની મોક્ષ પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે 

15 Nov 2023

શિયાળામાં બીટરૂટ ખાવાના ફાયદા જાણશો તો આશ્ચર્યચકિત થઇ જશો

Pic credit - Freepik