ભારતમાં જો યંગસ્ટરને કોઈ નોકરી નથી મળતી તો તે નવા સ્ટાર્ટઅપ માટે નાનો-મોટો ધંધો કરે છે. તો કોઈ વીકેન્ડ નોકરી કરે છે. બસ, તેમને ગમેતેમ કરીને પૈસા મળવા જોઇએ.
ન્યૂયોર્કમાં પણ જો કોઈને નોકરી નથી મળતી તો તેઓ પણ સ્ટાર્ટઅપના પગલે જ ચાલે છે.
થોડા સપ્તાહ પહેલાં જ 29 વર્ષીય સિડની ચાર્લેટની માર્કેટિંગ જોબ છૂટી જતાં તેણે ‘'કાર સિટર' નામે સ્ટાર્ટઅપને અપનાવ્યું છે. આ કાર સિટર એટલે કે, ન્યૂયોર્કમાં ઓલ્ટરનેટ સ્ટ્રીટ પાર્કિંગ માટે કડક નિયમો છે.
ત્યાં સમયાંતરે રોડની સાફસફાઈ થતી હોય છે અને જો તમે ખોટી જગ્યાએ વાહન પાર્ક કર્યું છે તો ટો પણ થઈ શકે છે. એવામાં કાર સિટર તમારી કારમાં કલાકથી દોઢ કલાક બેસી રહે છે.
આમ કરવાથી વાહન ધરાવનાર મસમોટા દંડથી અને વાહન ટો'થી પણ બચી શકે છે. વધુમાં તમારો સમય પણ બચી શકે છે.
ટૂંકમાં, સીડની તમારા વાહનમાં બેસીને તમારા દંડ બચાવે છે, પરંતુ તે માટે જે તે વાહન ધરાવનારે તેને 50 ડોલર (અંદાજિત 3500 રૂ.) આપવા પડતા હોય છે.