પાણી પિતા જ પેશાબ લાગે છે ? 

18 July, 2025

પાણી શરીર માટે જીવન જેવું મહત્વપૂર્ણ છે, પણ શું તમે જાણો છો કે વારંવાર પેશાબ આવવું બીમારીનું લક્ષણ હોઈ શકે છે?

સામાન્ય રીતે મૂત્રાશય 300થી 500 મિ.લિ. યુરિન રાખી શકે છે – સતત પેશાબ લાગવું અપ્રાકૃતિક છે.

ડૉ. બી.કે. રાય જણાવે છે કે વારંવાર પેશાબ લાગવી હાનિકારક સાબિત થઈ શકે છે.

ડાયાબિટીસ, યુરિનરી ઈન્ફેક્શન (UTI) કે ઓવરએક્ટિવ બ્લેડર જેવી સમસ્યાઓનું આ સંકેત હોઈ શકે છે.

પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથિ વધવાથી પણ પેશાબ અધૂરો રહેવાનો અનુભવ થાય છે.

એકસાથે વધારે પાણી પીવાને બદલે ધીમે ધીમે પીવું વધુ ફાયદાકારક છે.

કોફી, કોલ્ડ ડ્રિંક, દારૂ અને તીખા પદાર્થોથી દુર રહેવું જરૂરી છે.

કિગલ એક્સરસાઈઝ પેલ્વિક મસલ્સ મજબૂત બનાવે છે અને યુરિન કંટ્રોલ કરે છે.

વજન વધારે હોય તો તે પણ મૂત્રાશય પર દબાણ ઉભું કરે છે – વજન નિયંત્રણ જરૂરી છે.

જો દિવસમાં 7-8 વખતથી વધુ પેશાબ આવે, તો તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ.