પ્રિયંકા ચોપરા આજે ગ્લોબલ સ્ટાર છે. તેનો લુક ફેશન અને સ્ટાઈલે લોકોના દિલ જીતા લીધા છે.
પણ એક્ટ્રેસના જીવનમાં એક સમય એવો આવ્યો હતો જેમાં તે ખોટી સર્જરીના કારણે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. ત્યારે તે સમયે તેનું આખુ કરિયર દાવ પર લાગી ગયુ હતુ
એક્ટ્રેસને ત્રણ ફિલ્મો માંથી બાહર કરી દેવામાં આવી હતી. ત્યારે પ્રિયંકા આજે પણ આ સમયને યાદ કરતા તેનો ડાર્ક ફેઝ ગણાવે છે.
એક્ટ્રેસે ધ હોવર્ડ સ્ટર્ન શોમાં કેટલાક મોટા ખુલાસા કર્યા હતા . પ્રિયંકાએ કહ્યું હતુ કે તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી આથી તે મિસ વર્લ્ડ જીત્યા બાદ ડોક્ટરની સલાહ લેવા ગઈ હતી.
ડોક્ટરને તેની નેઝલ કૈવિટી (Nasal Cavity)માં Polyp (ટિશ્યૂ ગ્રોથ) મળ્યુ હતુ . જેને હટાવવા માટે સર્જરીની સલાહ આપી હતી.
પ્રિયંકાના જણાવ્યાં મુજબ ડોક્ટરથી સર્જરી બગડી હતી અને તે બાદ તેનો આખો લુક ચેન્જ થઈ ગયો હતો.
રાતોરાત એક્ટ્રેસના લુકમાં મોટો બદલાવ જોવા મળ્યો હતો. જે બાદ તેને 3 ફિલ્મો માંથી બાહર કરી દેવામાં આવી હતી.
એક્ટ્રેસે કહ્યું હતુ કે સર્જરી બગડતા તેનો ચેહરો તદ્દન બદલાઈ ગયો હતો અને તે બાદ તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી.
ત્યારે તે મુશ્કેલ સમયમાં પ્રિયંકાના પિતા અશોક ચોપરા તેની હિમ્મત બન્યા હતા. અને તેને સર્જરી ઠીક કરાવવાની સલાહ આપી હતી .
પ્રિયંકાએ ડાયરેક્ટર અનિલ શર્માનો આભાર માન્યો હતો કારણ કે બધુ જાણીને પણ તેમણે એક્ટ્રેસને ફિલ્મ ઓફર કરી હતી.
ફિલ્મ ધ હીરોમાં પ્રિયંકાને સપોર્ટિંગ રોલ મળ્યો હતો અને આ જ પ્રિયંકાની પ્રથમ ફિલ્મ હતી.
અનુષ્કા શર્માના કટ્ટર દુશ્મન છે આ 7 બોલિવુડ સેલિબ્રિટી, નથી કરતા પસંદ