વોટ્સએપએ એક મહિનામાં 23 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ બેન કર્યા 

આ એકાઉન્ટ્સને યુઝર્સની ફરિયાદના આધારે  બેન કર્યા છે

વોટ્સએપ એકાઉન્ટ્સને નવા આઈટી નિયમ હેઠળ યુઝર્સની સેફ્ટીને ધ્યાને રાખી બેન કરવામાં આવે છે

જો કોઈએ તમારી સાથે દુર્વ્યવહાર કર્યો છે તો તમે તેના વોટ્સએપ એકાઉન્ટ્સનો રિપોર્ટ કરી શકો છો

યુઝરનો રિપોર્ટ કરવા માટે સેંડરના મેસેજ પર લોન્ગ પ્રેસ કરો અને પછી ત્રણ ડોટ પર ક્લિક કરો

હવે તમને બ્લોક કરવાનો ઓપ્શન જોવા મળશે

જો તમે એકાઉન્ટને બ્લોક કરી રિપોર્ટ કરવા માગો છો તો તેના પર ક્લિક કરો

જો તમે યુઝરને બ્લોક નહીં પણ ખાલી રિપોર્ટ કરવા માગો છો તો રિપોર્ટ પર ટેપ કરો અને પ્રોસેસને પુરી કરો

ત્યાર બાદ આ મેસેજ અને રિક્વેસ્ટ વોટ્સએપ પાસે જતી રહેશે

વોટ્સએપ વેરિફાઈ કર્યા બાદ એકાઉન્ટ બંધ કરી દેશે