શું તમારૂ વોટ્સએપ સાથે ફેસબુક એકાઉન્ટ પણ છે ? જો આવુ હોય તો વધુ પ્રાયવસી માટે તમારે ફેસબુક એકાઉન્ટ હટાવી દેવુ જોઈએ

આ અમે નથી કહી રહ્યા પરંતુ કંપનીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું કે વોટ્સએપ થોડા ડેટા જ ફેસબુક સાથે શેર કરે છે

જો યુઝર પુરી પ્રાયવસી ઈચ્છે છે તો તેમને વોટ્સએપ વગર ફેસબુક એકાઉન્ટનો ઉપયોગ કરવો જોઈએ

વર્ષ 2016ની વોટ્સએપ પ્રાયવસી પોલિસીને લઈ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ફેસબુકે વર્ષ 2014માં વોટ્સએપને ખરીદી લીધુ હતુ

પહેલા બે વર્ષ ડેટા સેપરેટ રહ્યા પરંતુ ત્યાર બાદ 2016થી વોટ્સએપ અને ફેસબુકની પ્રાયવસી પોલિસીમાં બદલાવ કરવામાં આવ્યા તેનાથી મેટાને વોટ્સએપ યુઝર્સની લિમિટિંગ પ્રોફાઈલિંગ કરવાનું એક્સેસ મળી ગયુ. તેનો ઉપયોગ કરી કંપની યુઝર્સને ટારગેટેડ એડવર્ટાઈઝમેન્ટ બતાવે છે

આ એડ્સ ઈન્સ્ટાગ્રામ અથવા ફેસબુક ઉપયોગ કરતા સમયે બતાવવામાં આવે છે. મીડિયા રિપોર્ટસ અનુસાર કોર્ટમાં કંપની તરફથી કહેવામાં આવ્યું કે યુઝરે વધુ પ્રાયવસી માટે માત્ર વોટ્સએપ જ યુઝ કરવું જોઈએ

તેમનું ફેસબુક એકાઉન્ટ ન હોવું જોઈએ. એક સવાલના જવાબમાં તેમને કહ્યું કે યુઝરનો માત્ર વોટ્સએપ એકાઉન્ટ હોય તો કોઈ પણ ડેટા ફેસબુક પાસે નહી હોય

આવામાં જો તમે વધુ પ્રાયવસી ઈચ્છો છો તો તમે માત્ર વોટ્સએપનો ઉપયોગ કરી શકો છો