વોટ્સએપ પર આ રીતે બનાવો પોતાનો Avatar
વોટ્સએપે પોતાનું જબરદસ્ત ફીચર Avatar રોલઆઉટ કરી દીધુ છે
આ ફીચરની મદદથી તમે પોતાનો Avatar ડિઝાઈન કરી શકશો
વોટ્સએપ પર પોતાનો Avatar બનાવવા માટે સૌથી પહેલા સેટિંગમાં જાઓ
જો તમે પહેલીવાર અવતાર બનાવી રહ્યા છો તો તમને અહીં ક્રિએટ અવતારનો ઓપ્શન મળશે
ક્રિએટ પર ટેપ કરતા જ તમને ઘણા કસ્ટમ ઓપ્શન જોવા મળશે
સૌથી પહેલો ઓપ્શન સ્કિન કલરનો મળે છે જેમાં તમે તમારી પસંદનો કલર સિલેક્ટ કરી શકો છો
ત્યાર બાદ તમને હેર સ્ટાઈલ અને હેર કલર સેટ કરવાનો ઓપ્શન મળશે ત્યાર બાદ ફેસ શેપ સિલેક્ટ કરો
તમને આંખોનો શેપ અને કલરના પણ ઓપ્શન મળશે તેને મેચ કરતા ઓપ્શન પસંદ કરો પછી આગળની સ્લાઈડ પર જાઓ
તમામ કસ્ટમ અને ઓપ્શન સેટ કર્યા બાદ અવતાર તૈયાર છે
તમે તમારી ઈચ્છા મુજબ તેને પ્રોફાઈલ ફોટોમાં સેટ કરી શકો છો