બોલિવુડ અભિનેત્રી જિયા ખાન સુસાઈડ કેસમાં સુરજ પંચોલી નિર્દોષ જાહેર થયો છે.
સૂરજ બોલિવૂડના એક્ટર આદિત્ય પંચોલીનો પુત્ર છે પણ તે તેના પિતાની જેમ ઈન્ડસ્ટ્રીમાં પોતાને સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યો છે.
સૂરજ પંચોલી તેના કરિયર કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહ્યો હતો જો કે તે કેસમાં હવે નિર્દોષ જાહેર થઈ ચૂક્યો છે.
આ સિવાય સૂરજ તેની ફિટનેસને લઈને પણ સતત લાઈમ લાઈટમાં રહ્યો છે.
સૂરજ કહે છે કે તે છેલ્લા 20 વર્ષથી જીમમાં જઈને નિયમિત કસરત કરી રહ્યો છે.
14 વર્ષની ઉંમરથી તે પોતાને ફિટ રાખવા પ્રયાસો કરતો હતો અને છેલ્લા 10 વર્ષમાં તે સતત પોતાના શરીર અને કરિયર પર ફોકસ કરતો રહ્યો છે.
સૂરજ કહે છે કે જીમ સિવાય તે પોતાને ફિટ રાખવા માટે મેડિટેશન અને વર્કઆઉટ બંને કરે છે.
હોલીવુડ સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોન તેની સૌથી મોટી પ્રેરણા છે અને તેના જેવી જ બોડી બનાવવા માંગે છે
કોણ હતી જિયા ખાન?, જેના સુસાઈડ કેસમાં સુરજ પંચોલી પર લાગ્યા હતા આરોપ