10 Nov 2023

WC: સેમીફાઈનલની ટીમમાંથી બહાર થઈ આ ટીમ, તેંડુલકર કરી ચુક્યા છે પ્રશંસા

સેમીફાઈનલની ચાર ટીમો  લગભગ નક્કી

ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાએ અંતિમ ચાર ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. ચોથા સ્થાને હવે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે સ્પર્ધા છે. 

Pic Credit: AFP/PTI

પાકિસ્તાન ટુર્નામેન્ટથી બહાર! 

કિવી ટીમ ગુરુવારે શ્રીલંકાને હરાવી સેમીફાઈનલમાં સ્થાન પાક્કુ કરી ચુકી છે. પાકિસ્તાને હવે શનિવારે ઈંગ્લેન્ડનો સામનો કરવાનો છે. ત્યારબાદ નક્કી થઈ જશે ચોથી ટીમ કઈ હશે. પાકિસ્તાન કે ન્યુઝીલેન્ડ

અફઘાનિસ્તાનને પણ ઝટકો

સેમીફાઈનલની રેસમાં અફઘાનિસ્તાન પણ હતુ, પરંતુ શુક્રવારે દક્ષિણ આફ્રિકા સામે કોઈ ચમત્કાર ન કરી શક્યુ અને ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયુ

કાબિલેદાદ રહ્યુ અફઘાનિસ્તાનનું પ્રદર્શન

જો કે આ વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનનું પ્રદર્શન ઘણુ સારુ રહ્યુ. આ ટીમે ઈંગ્લેન્ડ, શ્રીલંકા, નેધરલેન્ડ અને પાકિસ્તાન જેવી ટીમોને હરાવી

અજય જાડેજાનો રહ્યો મહત્વનો રોલ

અફઘાનિસ્તાન સેમીફાઈનલની નજીક પહોંચી તેમાં તેના મેન્ટોર અજય જાડેજાનો મહત્વનો રોલ રહ્યો. જાડેજાની પ્રશંસા તો તેંડુલકર પણ કરી ચુક્યા છે

ઓસ્ટ્રેલિયાને પણ હરાવી દેત... 

અજય જાડેજા સહિત ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન જોનાથન ટ્રોટ ટીમના કોચ છે. અફઘાનિસ્તાન ટીમ 5વાર વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની હરાવવાની ઘણુ નજીક હતુ.

મૈક્સવેલે તોડ્યુ સપનુ

અફઘાનિસ્તાન ટીમે ઓસ્ટ્રેલિયાને 292 રનોનો ટાર્ગેટ આપ્યો હતો. અને 91 રન પર ઓસ્ટ્રોલિયાની 7 વિકેટ ઝટકી ગયુ હતુ. પરંતુ ગ્લેન મેક્સવેલની બેટિંગે સપનુ રોળુ નાખ્યુ

ઐતિહાસિક બેટિંગ કરી

ગ્લેન મૈક્સવેલે પોતાના એકલાના દમ પર ઓસ્ટ્રેલિયાને જીત અપાવી. તેમણે 201 રન કર્યા. પૈટ કમિંસ સાથેની ભાગીદારીમાં 202 રન કર્યા

10 November 2023

ગોલ્ડન સાડીમાં મૌનીનો સ્ટાઈલિશ લુક

Pic credit - Instagram