મોરબી ખાતે મચ્છુ નદી પરના ઝુલતા પુલની દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા

 ઘટનાથી સમગ્ર ગુજરાત કમકમી ઉઠ્યું છે

શહેરની આસપાસના સ્થાનેથી લોકો સ્વૈચ્છિક રીતે સેવા માટે ઉમટી પડ્યા

મંદિરનું બાંધકામ રહી રહેલા સ્વયંસેવકોએ લોકોને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું

બીએપીએસ સ્વામિનારાયણના મંદિરમાં રસોડા ધમધમતા થયા છે

બીએપીએસ સ્વામિનારાયણના સંતો અને સ્વયંસેવકો બચાવની કાર્યવાહી તેમજ અન્ય સેવામાં જોડાયા

ટીમ ઉપરાંત સેવાકાર્યમાં જોડાયેલા તમામ લોકો માટે ચા નાસ્તાથી માંડીને રસોઈની વ્યવસ્થા કરવામાં આવી  છે