ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે ફેન્સને આપ્યું લગ્નનું આમંત્રણ

08 ફેબ્રુઆરી, 2025

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગ છેલ્લા કેટલાક સમયથી પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં છે.

તાજેતરના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સેહવાગ તેની પત્ની આરતીથી અલગ થઈ રહ્યો છે અને બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે.

જોકે સેહવાગ કે આરતી બંનેમાંથી કોઈએ હજુ સુધી આ મામલે કંઈ કહ્યું નથી, પરંતુ અફવાઓનું માર્કેટ ગરમ છે.

આ બધા વચ્ચે, સેહવાગે હવે બધાને લગ્નમાં આમંત્રણ આપ્યું છે. હા, સેહવાગે એક વીડિયો પોસ્ટ કર્યો છે અને લોકોને લગ્નમાં આમંત્રણ આપ્યું છે.

તમે કંઈ વિચારો તે પહેલાં, આ સેહવાગના લગ્ન નથી પણ નિરાધાર અને આદિવાસી સમુદાયની છોકરીઓના લગ્ન છે.

સેહવાગે એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે બુંદેલખંડમાં બાગેશ્વર ધામ દ્વારા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ સ્ટાર બેટ્સમેને આ મોટા પગલાની પ્રશંસા કરી અને 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર કાર્યક્રમમાં જોડાવા માટે બધાને આમંત્રણ પણ આપ્યું.