સુશાંત સિંહ રાજપૂતે જૂન 2020માં દુનિયાને અલવિદા કહી દીધું હતું 

એક્ટરના મૃત્યુથી ચાહકોને ખૂબ જ આઘાત લાગ્યો હતો

સુશાંતના મૃત્યુને 3 વર્ષ વીતી ગયા છે, પરંતુ આજે પણ ફેન્સ યાદ કરીને ભાવુક થઈ જાય છે

સુશાંત સિંહ રાજપૂત જેવા દેખાતા વ્યક્તિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

સુશાંત સિંહ રાજપૂતના હમશક્લ ડોનિમ અયાને એઆઈની મદદથી એક્ટર જેવો દેખાવ બનાવ્યો અને પછી વીડિયો શેર કર્યો

આ વીડિયો જોઈને કેટલાક લોકોની આંખોમાં આંસુ આવી ગયા તો કેટલાક લોકો  ભાવુક થઈ ગયા

સુશાંતે ટીવી સીરિયલ 'પવિત્ર રિશ્તા'થી લોકોના દિલમાં એક ઓળખ બનાવી હતી

સુશાંતે 'કાઈ પો છે', 'શુદ્ધ દેશી રોમાન્સ', એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું