વડસાવિત્રી જેઠ માસની અમાસે આવે છે, આ વખતે 19 તારીખે ઉજવવામાં આવશે
આ વખતે આ વ્રત ખાસ રહેશે, કેમ કે તે દિવસે શનિ જયંતિ પણ મનાવવામાં આવશે
આ વ્રત સૌભાગ્ય પ્રાપ્તિ માટે મોટું વ્રત માનવામાં આવે છે
આ દિવસે પરિણિત મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખે છે
વડસાવિત્રીના વ્રત પર શું ભૂલ ન કરવી જોઈએ તે જાણો
આ વ્રત કરતી સ્ત્રીઓએ બ્લુ, કાળા કે સફેદ રંગના કપડાંને ભૂલથી પણ પહેરવા ન જોઈએ
આ દિવસે સ્ત્રીઓએ બ્લુ, કાળા કે સફેદ રંગની બંગડી પણ ન પહેરવી જોઈએ
એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ આ વ્રત રાખે તેને વ્રતની શરૂઆત પિયરથી કરવી જોઈએ
સાથે એવું પણ માનવામાં આવે છે કે જે મહિલાઓ આ વ્રત કરે છે તેને સુહાગની સામગ્રી પિયરની વાપરવી જોઈએ
આ દિવસે ખોટું ન બોલવું જોઈએ, મનમાં કોઈના પ્રત્યે ઘૃણા કે દ્વેષ ન રાખવો
મિગ-21 એમ જ નથી કહેવાતુ ભારતીય એરફોર્સની તાકાત, જાણો તેની ખાસિયત