વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષો અને છોડનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડને અત્યંત શુભ માનવામાં આવે છે તો કેટલાક છોડ દુર્ભાગ્ય લાવે છે
Pic credit - AI
જો કે ઘરની સામે કે ઘરની આસપાસ આસોપાલવનું ઝાડ ઉગવું કે હોવું શુભ છે કે અશુભ ચાલો જાણીએ
Pic credit - AI
વાસ્તુ અને જ્યોતિષ મુજબ ઘરની સામે કે આસપાસ આસોપાલવના ઝાડનું ઉગવું અત્યંત શુભ માનવામાં આવે છે.
Pic credit - AI
આસોપાલવનું ઝાડ ફક્ત સુંદર જ નથી લાગતું, પરંતુ તેને લગાવવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે.
Pic credit - AI
ઘરની સામે આસોપાલવ હોય તો ઘરના દુઃખ અને ગરીબી દૂર થાય છે. તેમજ આ ઝાડ માનસિક તણાવ પણ દૂર કરે છે. તમે તેને ઘરની અંદર પણ લગાવી શકો છો
Pic credit - AI
જો ઘરમાં વાસ્તુ દોષ હોય, તો આસોપાલવનો છોડ લગાવવાની સલાહ આપવામાં આવે છે. જે ઘરમાં આસોપાલવનું વૃક્ષ હોય ત્યાં ક્યારેય નકારાત્મક ઉર્જા આવતી નથી.
Pic credit - AI
આસોપાલવના પાંદડા પૂજા કે શુભ કાર્યોમાં પણ ઉપયોગમાં લેવાય છે. દેવી-દેવતાઓને આ ઝાડના પાન અર્પણ કરવાથી ભગવાન ખુશ થાય છે
Pic credit - AI
એવું માનવામાં આવે છે કે જે ઘરની આસપાસ આસોપાલવનું ઝાડ હોય છે, ત્યાં બધા કામ કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય છે.
Pic credit - AI
નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ તેમજ જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી