ગિરનાર પર 4 ઇંચ જેટલો વરસાદ પડી જતાં પર્વત પરથી ઝરણાં વહેતાં થયાં

જૂનાગઢ શહેરમાં 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો

વરસાદને પગલે ગિરનાર પર અવરજવર માટે રોપ વે બંધ કરવામાં આવ્યો હતો

જૂનાગઢમાં વરસાદ થતા હંમેશાં નયનરમ્ય નજારો જોવા મળતો હોય છે

ભારે વરસાદને પગલે ગિરનાર સોળે કળાએ ખીલી ઉઠ્યો

ગિરનાર પર મેઘાડંબર અને હરિયાળી જોઇને પ્રવાસીઓ ખુશખુશાલ

પાણી વહેતા દામોદર કૂંડ જાણે કે જીવંત બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા