વર્લ્ડ કપમાં રમશે 5 સૌથી અમીર મહિલા ક્રિકેટર

01 September, 2025

ICC મહિલા ODI કપ 2025 30 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકાના યજમાનપદ હેઠળ રમાશે. જેમાં વિશ્વની કેટલીક સૌથી ધનિક મહિલા ક્રિકેટરો પણ ભાગ લેશે.

મહિલા ODI કપ 2025 માં રમી રહેલી સૌથી ધનિક મહિલા ક્રિકેટર ઓસ્ટ્રેલિયાની એલિસ પેરી છે. તેમની કુલ સંપત્તિ $14 મિલિયન એટલે કે લગભગ 123 કરોડ રૂપિયા છે.

ભારતની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના આ યાદીમાં બીજા નંબરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્મૃતિ મંધાનાની કુલ સંપત્તિ 34 કરોડ રૂપિયાથી વધુ છે.

ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરનું નામ આ યાદીમાં ત્રીજા નંબરે છે. અહેવાલો અનુસાર. હરમનપ્રીત કૌરની કુલ સંપત્તિ લગભગ 26 કરોડ રૂપિયા છે.

ઓસ્ટ્રેલિયન કેપ્ટન એલિસા હીલીનું નામ પણ આ યાદીમાં સામેલ છે. પોતાની મજબૂત બેટિંગ માટે જાણીતી એલિસા હીલીની કુલ સંપત્તિ લગભગ 17 કરોડ રૂપિયા છે.

ભારતની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા આ યાદીમાં 5મા સ્થાને છે. અહેવાલો અનુસાર, દીપ્તિ શર્માની કુલ સંપત્તિ લગભગ 8 થી 10 કરોડ રૂપિયા છે.