Titanic-II બનીને થયું તૈયાર, પહેલાના ટાઈટેનિક જેવુ જ બનાવામાં આવ્યુ છે આ જહાજ, જુઓ photo 

ઓસ્ટ્રેલિયાના માઈનિંગ બિલિયોનેયર ક્લીવ પામરની કંપની બ્લૂ સ્ટાર લાઈને ટાઈટેનિક જેવું જ હુબહુ દેખાતુ જહાજ બનાવ્યું છે.

કંપનીએ પુરો પ્રયાસ કર્યો છે કે જહાજનું ઈન્ટીરિયર જુના ટાઈટેનિક જેવું જ બનાવામાં આવે. જેમાં બનેલું બધુ જ ફર્નીચર પહેલા જેવુ જ છે.

ડેલી સ્ટારના એક રિપોર્ટ મુજબ  ક્લીવે 30 એપ્રિલ 2012માં ટાઈટેનિક-2 બનાવવાની જાહેરાત કરી હતી

જેને હુબહુ પહેલાના ટાઈટેનિકની જેમ ડિઝાઈન કરવામાં આવ્યું છે સાથે જ હવે તેને તે રુટ પર પણ ચલાવામાં આવશે જે રુટ પર ટાઈટેનિક ડુબ્યુ હતુ.

બ્લૂ સ્ટાર કંપનીએ વર્ષ 2016માં તેના લોન્ચીંગની જાહેરાત કરી હતી પણ તે પ્લાન પોસ્ટપોન કરવામાં આવ્યો હતો.

જે બાદ 2018માં પણ તેનું લોન્ચીંગ કરવાની વાત ચાલી હતી જે પણ શક્ય રહ્યુ ન હતુ.

જે બાદ 2022માં પૈસાને લઈને થોડી સમસ્યા સર્જાતા તેનું લોન્ચીંગ થઈ શક્યુ ન હતુ.

વર્લ્ડ પ્રેસના રિપોર્ટ મુજબ આ ટાઈટેનિક જહાજ-IIના લોન્ચને લઈને નવી તારીખો સામે આવી છે.

ત્યારે આ ટાઈટેનિક-IIને જોવા માટે લોકો ઉત્સાહિત છે અને તેના લોન્ચીંગની રાહ જોઈ રહ્યા છે

તમને જણાવી દઈએ કે 15 એપ્રિલ 1912ના દિવસે એટલાન્ટિક મહાસાગરમાં 2200 યાત્રીઓથી ભરેલુ ટાઈટેનિક ડૂબી ગયુ હતુ જેમાં 1500 લોકોના ડૂબી જવાથી મોત થયા હતા.

ત્યારે તે ટાઈટેનિકને શ્રદ્ધાંજલિ આપવા આ ટાઈટેનિક-II બનાવામાં આવ્યું છે.

Adani Dayની ઉજવણી માટે અમદવાદમાં હાજર રહી વિશ્વકપ વિજેતા ટીમ