દુનિયાનું સૌથી ઊંચું રેલવે સ્ટેશન

20 સપ્ટેમ્બર, 2025

તિબેટની આ અનોખી ટ્રેન યાત્રા વાદળોમાંથી પસાર થઈને યાદગાર અનુભવ કરાવે છે.

વિશ્વનું સૌથી ઊંચું તાંગુલા રેલવે સ્ટેશન 5,068 મીટરની ઊંચાઈ પર સ્થિત છે.

2006માં કિંગહાઈ-તિબેટ રેલવે લાઇનનો ભાગ રૂપે તેનું નિર્માણ થયું હતું.

ઇજનેરોએ ઠંડી, ઓક્સિજનનો અભાવ અને પર્માફ્રોસ્ટ જેવા પડકારોનો સામનો કર્યો હતો.

તાંગુલા સ્ટેશન સ્ટાફ વિના કાર્ય કરે છે અને મુસાફરો અહીં ઉતરી શકતા નથી.

ટ્રેન પસાર થાય ત્યારે મુસાફરોને બરફથી ઢંકાયેલા શિખરો અને સુંદર દૃશ્યો જોવા મળે છે.

ઓક્સિજન સપ્લાયથી મુસાફરોને ઊંચાઈ પર પણ આરામદાયક અનુભવ મળે છે.