ઉનાળો ગમતો હોવાનું એક માત્ર કારણ કેરી છે. કેરીની ઘણી બધી જાત હોય છે પણ આજે અમે દુનિયાની સૌથી મોંઘી કેરી બતાવી રહ્યા છે.
ફોટામાં દેખાતી આ દુનિયાની સૌથી મોંઘી કેરીની છે જેની કિંમત પ્રતિ કિલોએ 2 લાખ ને 70 હજાર રુપિયા છે !
આ કેરી જાપાનના મિયાજાકી શહેરમાં થાય છે આથી તેનું નામ પણ મિયાજાકી કેરી છે.
આ કેરીનું વજન એવરેજ 350 ગ્રામથી પણ વધારે હોય છે
આ કેરીમાં અન્ય કોઈ પણ કેરી કરતા 15 % વધુ મિઠાસ હોય છે તેમજ તે તમને અમૃતના ઓડકારનો અનુભવ કરાવે એટલી મીઠી હોય છે
આ કેરીને 'એગ ઓફ ધી સન' ના નામથી પણ ઓળખવામાં આવે છે.
આ કેરી એપ્રિલથી ઓગસ્ટની વચ્ચે ઉગતી હોય છે. જે મીડિયા રીપોર્ટ મુજબ સૌથી મોંઘી કેરી છે.
ભારતમાં મધ્યપ્રદેશના જબલપુરમાં પણ આ પ્રજાતીની કેરી ઉગી રહી હોવાનું સામે આવ્યું છે.
આ કેરીની સુરક્ષા માટે દિવસ રાત ગાર્ડ અને શ્વાન તૈનાક કરવામાં આવે છે
ઉનાળામાં પીઓ Cucumber Lassi, જાણો તેની રેસીપી