ચહેરા પર ઉલ્ટી સાઈડ રેઝર ચલાવવાથી શું થાય ?

01 નવેમ્બર, 2025

પુરુષોમાં હવે રફ-એન્ડ-ટફ લુક અને જાડી દાઢીનો ટ્રેન્ડ વધી રહ્યો છે, પરંતુ તેની સંભાળ સાથે ઘણી ગેરમાન્યતાઓ જોડાયેલી છે.

દાઢીનું ઉગાડવું જનીનિક પર આધારિત હોય છતાં, યોગ્ય કાળજી રાખવાથી પણ આકર્ષક રફ લુક મેળવી શકાય છે.

રિવર્સ રેઝરથી દાઢી જાડી થાય છે એવી માન્યતા ખોટી છે, કારણ કે તે ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

વારંવાર શેવ કરવાથી દાઢી જાડી થાય છે એવી દંતકથા પણ ખોટી છે. દાઢીની વૃદ્ધિ જનીન અને હોર્મોન પર આધારિત છે.

ઉનાળામાં દાઢી ગરમી વધારે છે એવી માન્યતા ખોટી છે. હકીકતમાં દાઢી યુવી કિરણોથી રક્ષણ આપે છે અને ઠંડક પણ આપે છે.

પાતળી દાઢી હંમેશા એવી જ રહેશે એવું માનવું ખોટું છે. યોગ્ય ટ્રિમિંગ અને ગ્રુમિંગથી દાઢી ઘની બની શકે છે.

દાઢી રાખવાથી ખંજવાળ આવે છે એવી માન્યતા પણ ખોટી છે. યોગ્ય મોઇશ્ચરાઇઝિંગથી ત્વચા સ્વસ્થ રહે છે.