આ લોકોએ ભૂલથી પણ પપૈયું ના ખાવું જોઇએ

24 November 2025

ગર્ભવતી મહિલાઓએ પપૈયું ખાવાનું ટાળવું જોઈએ, ખાસ કરીને કાચું પપૈયું.

પપૈયામાં રહેલું લેટેક્સ ગર્ભાશયમાં સંકોચન પેદા કરી શકે છે, જે અકાળે બાળકના જન્મનું જોખમ વધારે છે.

જે લોકોને કિડની સ્ટોન (પથરી) ની સમસ્યા હોય, તેમણે પપૈયું ન ખાવું જોઈએ.

પપૈયામાં રહેલું વિટામિન-સી શરીરમાં કેલ્શિયમ ઓક્સલેટ પથરીનું નિર્માણ વધારી શકે છે.

જેમને ગંભીર પાચન સંબંધિત સમસ્યાઓ હોય, જેમ કે પેટમાં વધુ પડતું ફૂલવું, તેમણે વધારે પપૈયું ન ખાવું.

પપૈયામાં રહેલો ફાઇબરનો મોટો જથ્થો અમુક પરિસ્થિતિઓમાં પેટની તકલીફ વધારી શકે છે.

જે લોકોને પપૈયાથી એલર્જી હોય, તેમણે તેનાથી દૂર રહેવું જોઈએ.

એલર્જીના કારણે ત્વચા પર બળતરા, લાલાશ કે પાચનની સમસ્યા થઈ શકે છે.

લો બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ પણ પપૈયું ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.

પપૈયું બ્લડ પ્રેશરને વધુ ઘટાડવામાં મદદ કરી શકે છે, જે ઓછું બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે જોખમી બની શકે છે.

આ લેખ સામાન્ય માહિતી માટે છે; કોઈપણ ઉપાય અપનાવતા પહેલા કૃપા કરીને ડૉક્ટરની સલાહ લો.

નોંધ