ખાલી પેટે અંજીર ખાવાના અઢળક ફાયદા

16 September 2025

અંજીર, જેને અંગ્રેજીમાં ફિગ કહેવાય છે, તેને સુપરફ્રુટ એમ જ નથી માનવામાં આવતું. 

તેના ગુણો શરીરને અનેક રીતે ફાયદો પહોંચાડે છે અને તેના નિયમિત સેવનથી શરીર અંદરથી મજબૂત બને છે.

ભારત સરકારનું આયુષ મંત્રાલય પણ તેના દૈનિક સેવનની સલાહ આપે છે.

અંજીર વિટામિન C અને એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો

અંજીરનું નિયમિત સેવન કરવાથી શરીરની કુદરતી રીતે સફાઈ થાય છે, જેથી શરીર અંદરથી સ્વચ્છ અને સ્વસ્થ રહે છે.

શરીરની સફાઈ

રાત્રે દૂધમાં પલાળેલા અંજીર સવારે ખાવાથી પાચનતંત્ર સુધરે છે. તે કબજિયાત, પેટનું ફૂલવું અને પેટના દુખાવા જેવી સમસ્યાઓથી રાહત આપે છે.

પાચનતંત્ર મજબૂત બનાવે

અંજીરમાં રહેલા પ્રોટીન અને ફાઇબર ભૂખને નિયંત્રિત કરે છે, જેનાથી વારંવાર ક્રેવિંગ થતી નથી અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

વજન ઘટાડે

અંજીરમાં કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વોની સાથે વિટામિન D પણ હોય છે, જે હાડકાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

હાડકાં મજબૂત બનાવે

 એન્ટી-ઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોવાને કારણે અંજીર ત્વચા માટે પણ ખૂબ સારું છે, જે ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

ચમકદાર ત્વચા