દરિયાની વચ્ચે આવેલું છે આ 600 વર્ષ જૂનું રહસ્યમય મંદિર, ઝેરી સાપ કરે છે રક્ષણ

ભારતની સાથે સાથે વિશ્વના અન્ય દેશોમાં પણ હિન્દુ ધર્મના આવા ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે, જે રહસ્યમય માનવામાં આવે છે

આવું જ એક રહસ્યમય હિન્દુ મંદિર ઇન્ડોનેશિયામાં 600 વર્ષથી અસ્તિત્વમાં છે

ખાસ વાત એ છે કે આ મંદિર બાલી ટાપુ પર સમુદ્રની વચ્ચે એક ઉંચી ખડક પર આવેલું છે

આ મંદિરનું નામ 'તનાહ લોત' છે. આ મંદિર બાલીના બીચ પર બનેલા સાત પ્રાચીન મંદિરોમાંથી એક છે

તનાહ લોત મંદિરનું નિર્માણ 15મી સદીમાં નિરર્થ નામના પૂજારી દ્વારા કરવામાં આવ્યું હતું

 કહેવાય છે કે આ મંદિરની સુરક્ષા પથ્થરોની નીચે રહેતા સેંકડો ઝેરીલા સાપ કરે છે

મંદિર સંબંધિત એક દંતકથા અનુસાર,એક મોટો સાપ આ મંદિરથી દુષ્ટ આત્માઓ અને ઘૂસણખોરોને દૂર રાખે છે

100 વર્ષ બાદ દેખાશે હાઈબ્રિડ સૂર્યગ્રહણ !