આ એક કામ માટે મળ્યા 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે?

23 May, 2025

કર્ણાટક સરકારે બોલિવૂડ અને દક્ષિણ ફિલ્મોની અભિનેત્રી તમન્ના ભાટિયાને મૈસુર સેન્ડલ સાબુના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરી છે.

તમન્નાએ 2 વર્ષનો કરાર કર્યો છે, જેના માટે તેને 6.2 કરોડ રૂપિયા મળી રહ્યા છે. પણ શું તમે જાણો છો કે આટલી મોટી ફી વસૂલતી તમન્ના કેટલી સંપત્તિની માલિક છે?

તમન્નાએ 2005 માં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેની પહેલી બોલિવૂડ ફિલ્મ 'ચાંદ સા રોશન ચેહરા' હતી.

ડેબ્યૂ કર્યા પછી, તમન્નાએ ક્યારેય પાછળ વળીને જોયું નહીં અને બોલિવૂડ તેમજ દક્ષિણની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું.

પ્રભાસની ફિલ્મ 'બાહુબલી' વર્ષ 2015 માં રિલીઝ થઈ હતી. તે ફિલ્મમાં તમન્ના પ્રભાસની સામે હતી અને તે ફિલ્મ દ્વારા તે પ્રખ્યાત થઈ હતી.

આજે તમન્નાને ખ્યાતિથી લઈને સંપત્તિ સુધી કોઈ પણ વસ્તુની કમી નથી. તેણે પોતાની મહેનતથી ઘણા પૈસા કમાયા છે.

પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતીના મુજબ 2024 ના ડેટા અનુસાર, તમન્નાની કુલ સંપત્તિ 120 કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મ માટે કરોડો રૂપિયા લે છે.