આ વર્ષે 14 ઓક્ટોબર, શનિવારે સૂર્યગ્રહણ થવાનું છે.ચંદ્રગ્રહણ આ વખતે 28 ઓક્ટોબરના રોજ થશે. પરંતુ શું તમે જાણો છો કે બંને વચ્ચે શું તફાવત છે
જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે સૂર્યનો પ્રતિબિંબ થોડા સમય માટે ઢંકાઈ જાય છે. ત્યારે સૂર્યગ્રહણ થાય છે
જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે અનેે ચંદ્ર ઢંકાઇ જાય છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આ વખતે ઓક્ટોબરમાં ચંદ્રગ્રહણ થવાનું છે
સૂર્યગ્રહણ હંમેશા મહિનાની અમાસ તિથિમાં થાય છે.ચંદ્રગ્રહણ હંમેશા પૂનમ તિથિના થાય છે
શાસ્ત્રો અનુસાર ચંદ્ર અને સૂર્યગ્રહણનો સંબંધ રાહુ અને કેતુ ગ્રહો સાથે છે. એવું માનવામાં આવે છે કે રાક્ષસ રાહુ ભગવાન સૂર્ય અને ચંદ્રને થોડા સમય માટે ગ્રહણ કરી જાય છે
આ સૂર્યગ્રહણ ઉત્તર અમેરિકા, કેનેડા, મેક્સિકો, આર્જેન્ટિના, કોલંબિયા, ક્યુબા, ઉરુગ્વે, એન્ટિગુઆ, વેનેઝુએલા, જમૈકા, બ્રાઝિલ, ડોમિનિકા, બહામાસ વગેરે દેશોમાં દેખાશે. ભારતમાં જોવા નહીં મળે
સૂતક ગ્રહણના થોડા કલાકો પહેલા શરૂ થાય છે. આવી સ્થિતિમાં કોઈપણ શુભ કાર્ય કરવું વર્જિત માનવામાં આવે છે. ગ્રહણ દરમિયાન બચેલો ખોરાક પણ ફેંકી દેવામાં આવે છે