ઓસ્ટ્રેલિયાના PR જોઈએ છે? આ કોર્સ કરો.. 

02 નવેમ્બર, 2025

ઓસ્ટ્રેલિયા ભારતીય વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનું લોકપ્રિય સ્થાન છે, જ્યાં હાલમાં આશરે 1 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓને ટોચની યુનિવર્સિટીઓમાં અભ્યાસ સાથે પાર્ટ-ટાઇમ નોકરી કરવાની તક પણ મળે છે.

અભ્યાસ દરમ્યાન દર અઠવાડિયે 20 કલાક સુધી કામ કરી શકવાના નિયમથી વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળે છે.

અભ્યાસ પૂર્ણ થયા પછી પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા મળવાથી વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં કામ કરવાની મંજૂરી મળે છે.

અહીંનું નોકરીબજાર મજબૂત હોવાથી યોગ્ય ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓને સારી નોકરી સરળતાથી મળે છે.

એન્જિનિયરિંગ, હેલ્થકેર, નર્સિંગ, એકાઉન્ટન્સી, બિઝનેસ અને એજ્યુકેશન જેવા ક્ષેત્રોમાં કામદારોની સૌથી વધુ માંગ છે.

આ ક્ષેત્રોમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને કાયમી રહેઠાણ (PR) મેળવવાની વધુ તકો રહે છે.

એટલે કે ઓસ્ટ્રેલિયામાં યોગ્ય કોર્સ પસંદ કરીને તમે વહેલી તકે PR મેળવવાની સંભાવના વધારી શકો છો.