જો તમે તહેવારોની સીઝનમાં જીમ નથી જઈ શકતા, તો ઘરે આ રીતે રહો ફિટ

2 નવેમ્બર 2023

તહેવારોની સિઝનમાં જીમ-વર્કઆઉટનું રૂટિન બગડી જાય છે.

તહેવારના સમયે ઘરે બધાની સાથે રહેવાનુ પસંદ કરીએ છે અને જીમ જઈ શકતા નથી

તો તમે ઘરે બેઠા આ રીતે કેલરી બર્ન કરી શકો છો. ચાલો જાણીએ જીમમાં ગયા વગર ઘરે જ કેવી રીતે કેલરી બર્ન કરી શકાય છે.

જો તમે વર્કઆઉટ નથી કરી શકતા તો પછી તમે ઘરના કામ જેવા કે કપડાં સૂકવવા, પોતુ મારવુ અથવા અન્ય સફાઈ કાર્યો કરીને સક્રિય રહો અને ઘરે કસરત કરો

તમે ઘરે કેલરી બર્ન કરવા માટે ડાન્સ કરી શકો છો. આ પ્રવૃત્તિ શરીરને સક્રિય રાખે છે અને તમને આનંદ પણ આપશે

તહેવારોના સમયમાં મીઠાઈઓ વધુ ના ખાવી, ત્યારે ઓટ્સ, બાફેલા બટેટા, કઠોળ જેવી હેલ્દી વસ્તુઓ ખાઈ શકો છો.

તહેવારને માણવાના મૂડમાં લોકો કેટલું ખાય છે તેના પર ધ્યાન આપતા નથી. આ કારણે વજન વધી જાય છે આથી ઓછું ખાવ

કેલરી બર્ન કરવાની સાથે સાથે શરીરને ડિટોક્સ કરવું પણ જરૂરી છે. બને એટલું પાણી પીઓ. 

શિયાળામાં વધારે હોય છે હાર્ટ એટેકનું જોખમ! આ રીતે બચો